*જાણવાજોગ વધ-ઘટ કેમ્પ બાબતે પધ્ધતિસર ના સ્ટેપ સમજ* મિત્રો ચાલુ વર્ષે તા.26/10/2020 ના બદલી સુધારા નિયમો મુજબ બદલી કેમ્પ થશે.જેની સમજ આ મુજબ રહેશે.
*પગાર કેન્દ્ર્ના આંતરિક કેમ્પ બાબત*
A. ધોરણ -6 માં 20 કરતાં ઓછી સંખ્યા અને ધોરણ-6 અને 7 ની ભેગી 20 કરતા ઓછી સંખ્યા વાળી શાળાઓ નજીકની શાળાઓમાં મર્જ થશે.
B. ધોરણ-6 અને 7 ના બાળકો જે શાળામાં જશે તે શાળામાં બાળકો ઉચ્ચ પ્રાથમિક વિભાગના જાય છે તેથી બાળકો સાથે જનાર વધારા ના શિક્ષક ની સિનિયોરિટી મર્જ વાળી શાળામાં ભેગી ગણવા પાત્ર નથી જેથી મર્જ થનાર શાળાનો શિક્ષક વધ ગણવામાં આવશે.
C. પગાર કેન્દ્ર ના વધ-ધટ આંતરિક કેમ્પમાં પગાર કેન્દ્રમાં જ વધમાં જનાર શિક્ષક ને પ્રથમ માતૃશાળાનો હક આપવામાં આવશે. અગર પગાર કેન્દ્ર્માંથી બીજા પગાર કેન્દ્ર માં અગાઉ વધ માં ગયેલ શિક્ષક ને માતૃશાળા જગ્યા હોય તો પણ મળવાપાત્ર નથી. પણ પગાર કેન્દ્ર નો કેમ્પ પૂરો થઈ જાય અને આખા તાલુકાનો કેમ્પ શરૂ થાય અને પોતાના પગાર કેન્દ્રમાં પોતાની શાળામાં જગ્યા ખાલી હોય તો પગાર કેન્દ્ર ના બહાર ગયેલા શિક્ષક ને માતૃશાળાનો હક મળવાપાત્ર છે.
D. માતૃશાળાના હક આપ્યા પછી પોતાના પગાર કેન્દ્ર ના પ્રાથમિક વિભાગના વધમાં પડેલ શિક્ષકો ને પ્રાથમિક વિભાગની ખાલી જગ્યાઓ પસંદ કરવા હક આપવામાં આવશે. ત્યાર બાદ જો પ્રાથમિક વિભાગની જગ્યાઓ ખાલી ના રહે તો ઉચ્ચ પ્રાથમિક ની ખાલી જગ્યાઓ માં પ્રાથમિક વિભાગના શિક્ષકો ને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વધના શિક્ષક તરીકે હુકમ આપવામાં આવશે. આવો હુકમ મળશે તે શિક્ષકો ઓગસ્ટ-2021 ના મહેકમમાં પણ વધના શિક્ષક તરીકે માની પાછા વધ-ઘટ કેમ્પમાં બોલાવવામાં આવશે. અગર આ શિક્ષકો જો સ્નાતક હોય અને એપ્રિલ-2021 માં વિકલ્પ આપે ને એમની માતૃશાળા માં જગ્યા ખાલી હોયતો વિકલ્પ આધારે ઉચ્ચ પ્રાથમિક માં જવાના વિકલ્પ કેમ્પમાં વિષય શિક્ષક તરીકે જવા મળશે.
E. વિકલ્પ લીધેલ શિક્ષકો જો વધમાં હશે તો એ શિક્ષકો પ્રાથમિક વિભાગનો હક જતો કરી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આવેલ છે તેમની વિકલ્પ તારીખ જ વધ ઘટ કેમ્પમાં સિનિયોરિટી માટે માન્ય છે તે મુજબ વિકલ્પ આપેલ શિક્ષકો ની વિકલ્પ તારીખ જ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જોડાયા તારીખ ગણવામાં આવશે.જેમકે HTAT માં બઢતી મેળવનાર ની HTAT જોડાયા તારીખ ગણવામાં આવે છે તેમ વિકલ્પ લેનાર ઉચ્ચ વિભાગ માં હક મેળવી પ્રાથમિક વિભાગની સિનિયોરિટી નો હક માગી શકે નહીં.
F. જો પોતાના પગાર કેન્દ્રમાં તબીબી હકથી બદલી થઈ કોઈ શિક્ષક આવ્યો હોય તો શાળામાં હાજર થયા તારીખ થી ત્રણ વર્ષ સુધી તે વધમાં હોય તો પણ એને વધમાં ઉપાડી શકાય નહીં એના બદલે પ્રાથમિક વિભાગ નો એના આગળની સિનિયોરિટી વાળો શિક્ષક બદલી પાત્ર ગણવામાં આવે છે.
G. જો પોતાના પગાર કેન્દ્રમાં કોઈ શિક્ષકબેનશ્રી રાષ્ટ્રીય સુરક્ષા દળના કર્મચારી ની વિધવા પત્ની હોય અને બાળકોની અને પરિવાર ની જવાબદારી હોય તો એને ભારત સરકારના રાજપત્ર ના તા.04/10/2012 ના નિયમ-2(1) મુજબ તથા તે પછીના ભારત સરકારના સુધારા આદેશો મુજબ તેને વધ ગણી બદલી કરવાની જોગવાઈ નથી.
આ મુજબ પગાર કેન્દ્ર્નો આંતરિક કેમ્પ પૂર્ણ કરવામાં આવે છે.
*તાલુકા નો અંદરો અંદર આંતરિક કેમ્પ*
A. તાલુકા ના તમામ પગાર કેન્દ્ર ની પ્રાથમિક વિભાગની અંદરો અંદર ખાલી જગ્યાઓ ભરાઈ જાય તે પછી ઉચ્ચ વિભાગની ખાલી જગ્યાઓ માં કોઈ ઉચ્ચ પ્રાથમિક વિભાગનો વધ શિક્ષક ના મળે તો આવી જગ્યાઓ પર તમામ વધ વાળા પ્રાથમિક વિભાગના શિક્ષકો ને ઉચ્ચ પ્રાથમિક માં વધના શિક્ષક તરીકે નિમણુંક હુકમ આપવામાં આવશે જે આવતા વર્ષે નવા મહેકમ માં વધમાં ગણવામાં આવશે.
B. તાલુકાના આંતરિક કેમ્પમાં તો પણ ઉચ્ચ પ્રાથમિક વિભાગની ખાલી જગ્યાઓ વધે તો તાલુકા બહાર ગયેલા શિક્ષકો ને માતૃ તાલુકાના લાભમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વધના શિક્ષક તરીકે પાછા લાવવા પરિપત્રમાં કોઈ જોગવાઈ નથી અગર પ્રાથમિક વિભાગની ખાલી જગ્યાઓ હશે તો જ માતૃ તાલુકા નો હક આપી પરત લાવવામાં આવશે. માતૃ તાલુકા નો કેમ્પ શરૂ થાય અને તે વખતે કોઈ શિક્ષકની માતૃશાળામાં અગર પ્રાથમિક વિભાગની જગ્યા ખાલી હોય તો જ માતૃશાળાનો તાલુકા બહાર ગયેલા શિક્ષકો ને લાભ આપવામાં આવશે.
C. આ મુજબ દરેક તાલુકાના કેમ્પ પુરા થયા પછી અગર શિક્ષકો જિલ્લા વધમાં વધશે તો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ દરખાસ્ત કરવામાં આવશે ત્યારબાદ નિયામક કચેરીએ જે સૂચના આવે તે મુજબ કરવા આપણે બંધાયેલા છીએ.
*ખાસ સમજવા જેવી બાબતો*
ભરતી અને બદલી કેમ્પ એ નિયમિત પ્રક્રિયા છે નિયમિત પ્રક્રિયામાં કોઈનું ચાલે નહીં એ ચાલવા દેવી પડે તેમાં જ ફાયદો છે. આજ કેવા કેવા મુદ્દા બહાર આવે છે
1. સંગઠનો વધ-ઘટ કેમ્પ કોરોના ના લીધે બંધ રાખો અને લેટર પેડ આપો મિત્રો પહેલા એવું કહેતા કે કેમ્પો કરાવો હવે કહો છો કેમ્પો બંધ રાખો કેમ્પ જો દર વર્ષે થાય તેજ આમતો યોગ્ય છે મિત્રો ઘણી શાળાઓ માં શિક્ષકો વધમાં છે ત્યાં કામ ઓછું છે ત્યારે બીજું બાજુ નાના ભૂલકાઓ ઘટ વાળી શાળાઓ માં કાગડોળે શિક્ષક ની રાહ જોઈ ભણવાની ભૂખ મટાડવા બેઠા છે તો કેમ્પ થવા જોઈએ *રાષ્ટ્ર કે હિત મે શિક્ષા* એ આપણું પહેલું કામ છે તો કેમ્પ થવાજ જોઈએ.
2. વિકલ્પ વાળા શિક્ષકો ની પ્રાથમિક વિભાગમાં સિનિયોરિટી ગણવાની બૂમો છે તે બિલકુલ ખોટી છે જો સિનિયોરિટી ટકાવી રાખવી હોય તો પ્રાથમિક વિભાગમાં જ રહો શું કામ ઉચ્ચ વિભાગમાં વિકલ્પ લો છો આવા શિક્ષકો ની સિનિયોરિટી ગણવામાં આવે તો સીધી ભરતી ના વિધાસહાયકો ને અન્યાય થાય એ પણ ના થવું જોઈએ
3. જિલ્લા ફેરથી આવવા વાળા શિક્ષકો પણ ક્યારનાય પરિવાર સાથે રહેવા માગે છે તો એમને લાવવા ટકાવારી મુજબ ખાલી જગ્યાઓ અમુક રાખવી પણ યોગ્ય છે.
*આવી ઘણી બાબતો છે મિત્રો સમજવા જેવી હમેશા દરેક ને નીતિનિયમ મુજબ હક પ્રદાન થવોજ જોઈએ આપણે દૂધમાં અને દહીમાં બંને તરફ લાભ ના લઈ શકીએ કઈક મેળવો તો કઈક ગુમાવવું પણ પડે*
Post a Comment
Post a Comment